ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::જમીન અને આબોહવા ની માહિતી


ચીકુ ઉષ્ણકટિબંધનો પાક છે. દરિયાકિનારાનું ગરમ અને ભેજવાળું હવામાન ખૂબજ માફક આવે છે. દરિયાની સપાટીથી ૧ર૦૦ મીટરની ઊંચાઈએ ચીકુનું વાવેતર થઈ શકે છે. ૧૮° થી ૩પ° સે. ગ્રે. ઉષ્ણતામાન ખૂબજ અનુકૂળ રહે છે. ૪૦° સે.ગ્રે. તાપમાને ચીકુના ફૂલ તથા નાના ફળ ખરી પડે છે. ૧૦° સે. ગ્રે. થી નીચા તાપમાને ચીકુના ઝાડનો વિકાસ અટકે છે તેમજ ફળો નાના રહે છે અને મોડા પરિપકવ થાય છે. સારા વહેંચાયેલા ૧પ૦૦ થી ર૦૦૦ મિ. મી. વરસાદવાળા વિસ્તારમાં ચીકુનો પાક સારો થાય છે. ચીકુને સારા નિતારવાળી, ઉંડી, ગોરાડુ, બેસર કે મધ્યમ કાળી જમીન વધુ અનુકૂળ છે. નદી કે દરિયાકાંઠાની ઉંડી કાંપાળ જમીન ચીકુના પાક માટે ઉત્તમ ગણાય.