ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::પાછોતરી માવજત


  • પાક જયારે ૧૫ થી ૨૦ દિવસનો થાય ત્‍યારે હારમાંના બે છોડ વચ્‍ચેનું અંતર ૧૦ થી ૧૫ સે. મી.નું જળવાઇ રહે તે પ્રમાણે પારવણી કરીને વઘારાના નબળા, રોગ અને જીવાત લાગેલ છોડ ખેચીં કાઢવા.
  • જે હારોમાં મોટા ખાલા હોય ત્‍યાં ભેજની યોગ્‍ય ૫રિ‍સ્‍થતિમાં પારવણી સાથો સાથ નીકળેલા તંદુરસ્‍ત છોડની ફેર રો૫ણી કરીને છોડની પુરતી સંખ્‍યા જાળવવી.
  • પાક જયારે ૧૫ થી ૨૦ દિવસનો થાય ત્‍યારે પારવણીની સાથો સાથ નિંદામણ કરી, પાકને નિંદણ રહીત કરવો. પાક ઉગ્‍યા બાદ દસેક દિવસથી નિંઘલવામાં આવે ત્‍યાં સુઘીમાં પાકમાં નિંદામણના નિયંત્રણ માટે અને જમીનની ભૌતિક ૫રિ‍સ્‍થતિ સારી રહે તે માટે બે થી ત્રણ આંતરખેડ કરવી. 
  • ખરીફ બાજરીમાં વરસાદની ખેંચ જણાય તો એક પિયત આ૫વાની ભલામણ છે.
  • હાઇબ્રીડ બાજરીના ઉનાળુ પાકને સામાન્‍ય રીતે કુલ ૮ થી ૧૦ પિયતની જરુરીયાત ૫ડે છે. ખાસ કરીને પુર્તિ ખાતરો આપ્‍યા બાદ તુર્ત જ પાણી આ૫વું. થુલી અવસ્‍થામાં અવાર નવાર પાણી આપીને વાતાવરણ ભેજ યુકત અને ઠંડુ રાખવું જેથી દાણાનો ભરાવોં સારો થાય છે.