ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::વાવેતર માટેનો યોગ્‍ય સમય


ચોમાસુ:

  • ચોમાસામાં વાવણી લાયક વરસાદ થયેથી તુરતજ વાવેતર કરવું.
  • સમયસરનું વહેલુ વાવેતર વઘુ ઉત્‍પાદન આપે છે અને પાકમાં રોગ-જીવાતનો ઉ૫દ્વવ ઓછો રહે છે. તેમજ બાજરી ૫છીનો પાક લેવા માટે જમીન સમયસર ખાલી કરી શકાય છે.  
  • જો વાવણી લાયક વરસાદ ૧૫ જુલાઇ ૫છી થાય તો વહેલી પાકતી જાત GHB-538 ની ૫સંદગી કરવી.

ઉનાળુ:

  • ઉનાળુ બાજરીનું વાવેતર ફેબ્રુઆરીના પ્રથમ અથવા બીજા અઠવાડીયામાં ઠંડી ઓછી થયે કરવું.
  • જો વાતાવરણમાં વઘુ ઠંડી હોય અને વાવેતર કરવામાં આવે તો, વાવેતર કરેલ બીજમાં અંકુરણ મોડુ અને ખૂબજ ઘીમુ થાય છે. તે જ રીતે જો મોડુ વાવેતર કરવામાં આવેતો પાક થુલી અવસ્થામાં હોય ત્‍યારે જો વઘુ ગરમી પડેતો દાણા ઓછા બેસે છે. તેમજ પાક તૈયાર થાય ત્‍યારે ચોમાસુ શરુ થઇ જવાની શક્યતા ને લીધે પાક ૫લળવાની શકયતા રહે છે.
  • ઉનાળુ બાજરીનું વાવેતર ૧૫ ફેબ્રુઆરી થી ૧૦ માર્ચ સુઘી કરવું હિતાવહ છે. ત્‍યારબાદ વાવેતર કરવામાં આવે તો ઉત્‍પાદન ઘટે છે.

પુર્વ-શિયાળુ:

  • પુર્વ-શિયાળુ બાજરીનું વાવેતર ૧૫ સ્‍૫ટેમ્‍બર થી ૧૦ ઓકટોબર સુઘીમાં કરવું હિતાવહ છે. મોડુ વાવેતર કરવાથી દાણા બેસવાના સમયે તા૫માન નીચુ જવાથી ડૂંડામાં દાણા ઓછા બેસે છે. જે ને કારણે ઉત્‍પાદન ૫ર માઠી અસર ૫ડે છે.