ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::કાપણી અને સંગ્રહ


નાગલીનો પાક ૧રપ થી ૧૩પ દિવસમાં તૈયાર થઈ જાય છે. ડૂંડી જયારે પાકી થાય ત્યારે કાપી લેવી. છોડ પરની બધી ડૂંડી એકી સાથે પાકતી નથી એટલે ડૂંડી જેમ તૈયાર થાય તેમ કાપતા જવું. બધી ડૂંડી કપાઈ જાય અને સુકાઈ જાય એટલે ખળીમાં બળદથી પગર કરી દાણા છૂટા પાડવા. પવનની મદદથી દાણા સાફ કરી અનાજ ભરવાની કોઠી અથવા વાંસના પાલામાં તેનો સંગ્રહ કરવો. કોઠીને તેમજ પાલાને ઉપરથી લીંપી લેવાથી ઉંદરથી થતો બગાડ અટકાવી શકાય છે. આ રીતે સંગ્રહ કરેલા દાણા લાંબા સમય સુધી રાખી શકાય છે. તેમાં જીવાત પડતી નથી. બધી ડૂંડી કપાઈ જાય એટલે નાગલીની ચીપટ કાપી લઈ તેનું કૂંડવું બનાવી સાચવવું. નાગલીની ચીપટનો ઢોરના સૂકા ચારા તરીકે ઉપયોગ થાય છે.

 

ઉત્પાદન :

      સરેરાશ ઉત્પાદન હેકટરે ર૦૦૦ થી રપ૦૦ કિલો.