ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::રોગ અને જીવાત વ્યવસ્થાપન


પાક સંરક્ષાણ :

      સામાન્ય રીતે નાગલીના પાક ઉપર રોગ જીવાતનો ઉપદ્બવ જોવા મળતો નથી. પરંતુ છેલ્લા કેટલાક વષ્ાર્ોથી ગાભામારીની ઈયળ અને કરમોડી (બ્લાસ્ટ) રોગનો ઉપદ્બવ જોવા મળેલ છે.

 

(૧) ગાભમારાની ઈયળ :

      નાગલીના પાકમાં ગાભમારાની ઈયળનો ઉપદ્રવ પાકની શરૂઆતની અવસ્થામાં અને ડૂંડી આવવાનાં સમયે જોવા મળે છે. શરૂઆતની અવસ્થામાં જો તેનો ઉપદ્રવ જોવા મળે તો છોડનો વચ્ચેનો પીલો સુકાઈ જાય છે તેને 'ડેડ હાર્ટ' કહે છે. ડૂંડી આવવાનાં સમયે ઉપદ્રવ  થાય તો ડૂંડી સફેદ રંગની થઈ જાય છે. તેમાં દાણા ભરાતા નથી. આવી ડૂંડીને ખેંચાતા તે સહેલાઈથી ખેંચાઈ આવે છે તેને ' વ્હાઈટ ઈયર હેંડ ' કહે છે.

      સંકલિત નિયંત્રણ : પાકની કાપણી પછી તુરત ખેડ કરી જડીયા એકત્ર કરી નાશ કરવો. ધરૂને રોપતાં પહેલા ટોચ કાપી નાખવી. ગાભમારાથી નુકશાન પામેલ ' ડેડ હાર્ટ' ભેગા કરી નાશ કરવો. આ જીવાતનો ઉપદ્રવ ધરૂવાડિયામાંથી શરૂ થતો હોવાથી કાબર્ોફયુરાન ૩ જી અથવા કારટેપ  ૪જી દણાદરા દવા ૧ કિ.ગ્રા /૧૦૦ ચો.મી વિસ્તાર દીઠ ધરૂ નાખ્યા બાદ પાંચમા દિવસે અને ધરૂ ઉગાડવાના પોચેક દિવસી પહેલા આપવું. જરૂર જણાય તો કવીનાલફોસ ર૦ મી.લી અથવા ટ્રાયઝોફોસ ૧ર થી ૧પ ગ્રામ પૈકી ગમે તે એક દવા ૧૦ લિટર પાણીમાં ભેળવી  છંટકાવ કરવાથી ગાભમારાની ઈયળનું અસરકારક નિયંત્રણ કરી શકાય છે.

(ર) કરમોડી (બ્લાસ્ટ) :

      આ રોગ પાયરીકયુલેરીયા ગ્રીસી નામની ફૂગથી થાય છે. ગુજરાતમાં વત્તા ઓછા પ્રમાણમાં આ રોગ જોવા મળે છે. પરંતુ ડાંગ જિલ્લામાં આ રોગનું પ્રમાણ વિશેષ્ા જોવા મળેલ છે. ઝરમર-ઝરમર વરસાદ અને સતત ભેજવાળુ વાતાવરણ આ રોગને વધુ માફક આવે છે. છોડ પર આક્રમણના આધારે આ રોગ ત્રણ અવસ્થામાં જોવા મળે છે :

(ક) પાનનો કરમોડી (લીફ બ્લાસ્ટ) : શરૂઆતમાં પાન પર ટાંકણીનાં માથા જેવા નાના ઘાટા અથવા આછા બદામી રંગનાં ટપકા જોવા મળે છે જે મોટા થતાં આંખ (ત્રાક) આકારનાં, બંને બાજુ અણીવાળાં જેનો વચ્ચેનો ભાગ ભૂખરો સફેદ દેખાય છે. તીવ્ર સ્વરૂપમાં ટપકાં આખા પાન સુકાઈ જતા છોડનો વિકાસ અટકી જાય છે. પાનનો કરમોડી મોટાભાગે ધરૂવાડીયામાંથી જ શરૂ થતો હોય છે.

(ખ) ડૂંડીનો કરમોડી (નેક બ્લાસ્ટ) : છોડની ડૂંડીનો પહેલા સાધાંનો ભાગ તેમજ ડૂંડીથી નીચેનો પ-૧૦ સે.મી. દાંડીનો ભાગ, ફૂગનાં આક્રમણથી કાળાશ પડતા ભૂખરા રંગનો થઈ જાય છે જેથી દાણાને પોષ્ાણ મળતું નથી અને દાણા પોચા રહે છે. કંટી સાંધાના ભાગમાંથી ભાંગી પડે છે.

(ગ) ફીંગરનો કરમોડી (ફીંગર બ્લાસ્ટ) : આ પ્રકારનો કરમોડી ફીંગરનાં ટોચ પરથી શરૂ થાય છે અને નીચેની તરફ વિસ્તાર પામે છે. ઘણી વખત આખી ફીંગર રોગગ્રસ્ત જોવા મળે છે. આ ફૂગ દાણા પર અસર કરે છે, જેના લીધે દાણા પોચા રહી જાય છે અને કાળા થઈ જાય છે.

 

સંકલિત નિયંત્રણ :

     ધરૂ નાખતા પહેલા બીજને એક કિલો દીઠ ૩ ગ્રામ થાયરમ કે કાબર્ેન્ડાઝીમ દવાનો પટ આપવો.

     ધરૂવાડીયામાં રોગ દેખાય કે તરત જ ૧૦ લિટર પાણીમાં ૬ ગ્રામ ટ્રાયસાયકલાઝોલ  ૭પ ટકા અથવા ૧૦ ગ્રામ કાબર્ેન્ડાઝીમ પ૦ ટકા વે.પા. અથવા ૧૦ મિ.લિ. એડીફેનફોસ પ૦ ઈ.સી. દવાનું દ્રાવણ બનાવી છંટકાવ કરવો.

     પાકમાં ભલામણ કરતા વધારે નાઈટ્રોજનયુકત ખાતરો વાપરવા નહી.

     છાણિયું ખાતર તથા સેન્િદ્રય ખાતરોનો વપરાશ બહોળા પ્રમાણમાં કરવો.