ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::પિયત વ્યવસ્થાપન


ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં નાગલીની વરસાદ આધારીત ખેતી કરવામાં આવે છે. વરસાદ પ્રમાણસર અને નિયમિત હોય તો નાગલીને પિયત આપવાની જરૂર પડતી નથી. પરંતુ જયાં પિયતની સગવડ હોય અને પાછોતરો વરસાદ ખેંચાય તો એક -બે પિયત આપવાથી સારું ઉત્પાદન મેળવી શકાય. નાગલીનો પાક કોઈ પણ અવસ્થામાં પાણીનો ભરાવો સહન કરી શકાતો નથી. જેથી જયાં પાળાવાળા ખેતરમાં કે છીછરી કયારીમાં કાદવ પાડીને નાગલીની રોપણી કરી હોય ત્યાં ખેતરમાં છૂટું પાણી હોય તો તે બહાર કાઢી નાખવું.