ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::ખાતર વ્યવસ્થાપન


શકય હોય તો એક હેકટર દીઠ ૮ થી ૧૦ ટન સારુ કહલવાયેલું છાણિયું ખાતર આપવું અથવા શણ કે ઈકકડનો લીલો પડવાશ કરવો. નાગલીના પાકમાં ૪૦ કિલોગ્રામ નાઈટ્રોજન અને ર૦ કિલોગ્રામ ફોસ્ફરસ આપવાની ભલામણ છે. જે પૈકી ર૦ કિલોગ્રામ નાઈટ્રોજન અને ર૦ કિલોગ્રામ ફોસ્ફરસ પાયાના ખાતર તરીકે આપવો. આ માટે ફેરરોપણી વખતે હેકટર દીઠ ૧રપ કિલો સિંગલ સુપર ફોસ્ફેટ અને ૧૦૦ કિલો એમોનિયમ સલ્ફેટના રૂપમાં આપવો. ઓછા વરસાદવાળા વિસ્તારમાં બાકી રહેલ નાઈટ્રોજનનો જથ્થો હેકટર દીઠ ૪૪ કિલો યુરિયાના રૂપમાં આપી શકાય.