ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::બિયારણ અને તેની માવજત :


નાગલીનો દાણો ઝીણો હોઈ એક હેકટરની ફેરકાપણી માટે ૪ થી પ કિલો બિયારણની જરૂર પડે છે. જમીન અને બીજ જન્ય રોગોને આવતા અટકાવવા માટે બીજને ધરૂવાડિયામાં વાવતા પહેલા ૧ કિલો  બિયારણ દીઠ ૩ ગ્રામ થાયરમ અથવા કાબર્ોન્ડાઝીમ દવાનો પટ આપવો. રાસાયણિક ખાતરના કાર્યક્ષામ ઉપયોગ માટે બિયારણને પી. એસ.બી અને એઝોસ્પાયરીલમ જૈવિક  કલ્ચરનો ૩ ગ્રામ /૧ કિલો બીજ પ્રમાણે પટ આપવો.

ફેરરોપણી :

      ધરૂ ત્રણથી ચાર અઠવાડિયાનું થાય ત્યારે તેને ફેરરોપણી માટે ઉપાડવું આ વખતે છોડ પાંચથી સાત પાનનો હોય છે. ફેરરોપણી કરતાં પહેલા પૂરતો વરસાદ હોય ત્યારે જમીનને હળથી ધાવલ કરી પાયાનું ખાતર નાખી સમાર મારવો. ફેરરોપણી લાઈનમાં કરવી. ધરૂ ફેકીને ન રોપતા, મૂળિયા જમીનમાં દબાઈ જાય તે રીતે રોપવુ. નાગલીમાં બે હાર વચ્ચે ૩૦ સે.મી. અને બે છોડ વચ્ચે ૭.પ સે.મી નું અંતર રાખવંુ.