ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::પાક ની અગત્યતા


ગુજરાતમાં વવાતા તૃણ ધાન્ય પાકોમાં નાગલી (રાગી) મોખરાનું સ્થાન ધરાવે છે. નાગલીએ ડુંગરાળ પ્રદેશમાં વસતા આદિવાસીઓનો મુખ્ય ખોરાક છે. ગુજરાત તેમજ સમગ્ર ભારતમાં વવાતા વિવિધ તૃણ ધાન્ય પાકોમાં નાગલીની પ્રતિ હેકટરે ઉત્પાદન ક્ષામતા સૌથી વધારે છે. સને ર૦૦૯-૧૦ દરમિયાન ગુજરાતમાં કુલ ૧૯,૦૦૦ હેકટર જમીનમાં નાગલીનું વાવેતર થયેલ જેમાંથી ર૦,૦૦૦ મે. ટન ઉત્પાદન મળેલ છે. જેની ઉત્પાદકતા ૧૦પ૩ કિલોગ્રામ/ હેકટર છે.  ગુજરાતમાં સૌથી વધારે નાગલી ડાંગ અને વલસાડ જિલ્લામાં વવાય છે. આ ઉપરાંત, નવસારી,  સુરત અને પંચમહાલ જિલ્લામાં પણ તેનું થોડા વિસ્તારમાં વાવેતર કરવામાં આવે છે. નાગલીને અંગ્રજીમાં ફીંગર મિલેટ અથાવ આફિ્રકન મિલેટ અને ગુજરાતીમાં બાવટાના નામથી પણ ઓળખવામાં આવે છે.

      નાગલી પોષ્ાકતત્વોથી ભરપુર તૃણ ધાન્ય પાક છે. તેના દાણામાં પ્રોટીન, ખનિજ તત્વ અને વિટમીનનું પ્રમાણ વિશેષ્ા જોવા મળે છે. નાગલીમાં રેસાની માત્રા વધારે શોવાથી ડાયાબીટીસ અને 'હદયરોગના દદર્ીઓ માટે ખૂબ લાભદાયક છે. નાગલીમાં કેલ્િશયમ અને આર્યનનું પ્રમાણ અન્ય ધાન્ય પાકો કરતા સવિશેષ્ા હોવાથી તેનો ઉપયોગ કુપોષ્ાણ દૂર કરવામાં અને બેબી ફુડ બનાવવામાં થાય છે. નાગલી ઉગાડતા આદિવાસી ખેડૂતો લોટમાંથી રોટલા બનાવી ખાય છે.  આ ઉપરાંત તેના લોટમાંથી બિસ્કીટ, ચોકલેટ, ટોસ, નાનખટાઈ,વેફર, પાપડી જેવી જુદી જુદી મૂલ્યવર્ધન વાનગીઓ બનાવી શકાય છે.