ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::પિયત


દેશીકપાસને વધુ પાણી માફક આવતુ નથી. છોડની દેહ ધાર્મીક ક્રિયાઓ માટે ભેજ સતત મળવો જરૂરી છે. આપણા વિસ્તારમાં સામાન્યત: પાણીની ઉપલબ્ધી મર્યાદીત છે. આથી પિયતની સગવડ હોય અને વરસાદ લંબાય તો કટોકટીની અવસ્થા જેવી કે મહતમ ફુલ અવસ્થા અને જીંડવાના વિકાસની અવસ્થાએ પિયત આપવું. જો વિસ્તાર વધુ હોય અને પાણી મર્યાદીત હોય તો પાકને એકાંતરે પાટલે (ચાસમાં) આપીને પણ પાણીનો વધુ કાર્યક્ષમ ઉપયોગ કરી શકાય છે.