ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::નિંદામણ નિયંત્રણ અને આંતર ખેડ


નિંદણ પાક સાથે પ્રકાશ, ભેજ અને પોષક તત્વો માટે હરિફાઇ કરે છે. પાક લગભગ ૬૦ દિવસનો થાય ત્યાં સુધી નિંદણ પાકને નુકશાન કરે છે. જેથી ઉત્પાદનમાં ઘટાડો થાય છે. તેથી હાથ નિંદામણ અને નિંદામણ નાશક દવાઓનો ઉપયોગ તેમજ આંતર ખેડ કરી ખેતર નિંદામણ મુક્ત રાખવા જોઇએ. સંશોધનની ભલામણ મુજબ પેન્ડીમીથાલીન અથવા ફ્લુક્લોરાલીનનો હેક્ટર દીઠ ૯૦૦ ગ્રામ પ્રિ-ઇમરજન્સ છંટકાવ કરવો. તેની સાથે સાથે પાકની વાવણી બાદ ૩૦ અને ૬૦ દિવસે એમ બે વખત હાથ વડે નિંદામણ અને આંતરખેડ કરવી.