ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::બિયારણ / જાતની પસંદગી


વાગડ વિસ્તાર માટે વિરમગામ કેન્દ્ર ઉપરથી જ વિકસાવેલ જાતો પૈકી વી.૭૯૭ (બંધ કાલા માટે), ગુજરાત કપાસ-૧૩ અને ગુજરાત કપાસ-૨૧ અને આણંદ દેશી કપાસ-૧ (અર્ધ ખુલ્લા કાલા માટે) જાતોની વાવેતર માટે ભલામણ કરવામાં આવેલ છે. પ્રમાણીત બિયારણ જાણીતી સંસ્થા પાસેથી જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઇએ.

કપાસની દેશી જાતોના તુલનાત્મક આર્થિક લક્ષણો નીચે મુજબ છે.

અ.નં

લક્ષણો

દેશી કપાસની સુધારેલી જાતો

વી. ૭૯૭

ગુ. કપાસ-૧૩

ગુ. કપાસ-૨૧

આણંદ કપાસ -૧

બહાર પાડેલ વર્ષ

૧૯૬૬

૧૯૮૩

૧૯૯૮

૨૦૧૦

છોડની ઉંચાઇ (સે.મી.)

૯૦-૧૧૦

૮૦-૧૧૦

૧૦૦-૧૧૦

૯૦-૧૦૦

ચાંપ બેસવાના દિવસો

૧૧૪

૧૧૧

૧૦૯

૧૧૦

ફુલ આવવાના દિવસો

૧૪૦

૧૪૦

૧૪૨

૧૪૦

પાકવાના દિવસો

૨૪૧

૨૩૨

૨૧૭

૨૨૦

રૂ નો ઉતારો (%)

૪૦.૨

૪૦.૦

૪૨.૧

૪૦.૮

તારની લંબાઇ (મી.મી.)

૨૩-૨૪

૨૩-૨૪

૨૨.૫-૨૩.૫

૨૨.૫-૨૩.૫

તારની જાડાઇ (માઇક્રોનીયર)

૪.૫

૪.૬

૫.૪

૫.૯

કપાસનું ઉત્પાદન* (કિ.ગ્રા/હેક્ટરે)

૯૧૩

૯૧૦

૧૧૨૯

૧૩૦૬

 

* ખેતીની અનુકુળ પરિસ્થિતિમાં