ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::ઘઉં પાક માં ઉધઈ


  • ઉધઈ એ ઘઉં પાકની મુખ્ય જીવાત છે. ઉધઈનો ઉપદ્રવ ઘઉં પાકની શરૂઆતની અવસ્થામાં જોવા મળે છે. આવા ઉપદ્રવ વાળા છોડ ખેંચતા આખા છોડ સહેલાઇથી ખેંચાઇ આવે છે. ઉપદ્રવ ટાલાં ટપકામાં જોવા મળે છે.
  • ઉધઈ પીળાશ પડતા સફેદ, શરીરે પોચાં ચપટાં, ચાવીને ખાનાર કીટક છે. તે ટોળામાં રહેનાર તેમજ બહુરૂપી કીટક છે. તે જમીનમાં ઊંડે રાફડો બનાવીને રહે છે.
  • રાફડામા રહેતી તેની મજુર જાતી ઘઉંના પાકના મૂળ તેમજ જમીનના સંપર્કમાં આવેલ થડનો ભાગ કાપી ખાય છે. તેના લીધે છોડ પીળા પડી ચીમળાઇને સૂકાઇ જાય છે.
  • નુકસાનવાળા છોડ પર ડુંડી આવતી નથી.પાકની નિંઘલ અવસ્થા બાદ ઉપદ્રવ જોવા મળે તો ડુંડીમા દાણા બેસતા નથી. જો દાણા બેસે તો તે નાના અને ચીમળાયેલા રહે છે.