ખેડૂતોને મૂંઝવતા પ્રશ્નો અને ઉકેલ મોબાઇલ એપ્લિકેશન

:: ખેડૂત ઉપયોગી કૃષિ અને પશુપાલન વિષયક માર્ગદર્શન ::આપણે શ્રી પધ્ધતિ કેમ સ્વીકારીએ?


  • એક ગરીબ ખેડૂત ચીલાચાલુ પધ્ધતિથી એક એકર જમીનમાં ૨૦ થી ૨૫ મણ ડાંગર  મેળવી શકે છે, જો આપણે ડાંગર શ્રી પધ્ધતિથી કરીએ તો એટલી જ જમીનમાં  ૮૦ થી ૧૦૦ મણ ડાંગરનું ઉત્પાદન  થાય છે. પાણીની જરૂરિયાત ઓછી રહે છે.
  • શિયાળુ, ઉનાળુ, ચોમાસું એમ ત્રણે ઋતુઓ માં શ્રી પધ્ધતિ કરી શકાય છે.
  • કોઈ પણ પ્રકારના ખેતરમાં થી ઉત્પાદન મેળવી શકાય છે. નીચાણવાળા ખેતરો સિવાય જે કોઈ ખેડૂત ડાંગર ની ખેતી કરે છે તે આ પધ્ધતિથી ખેતી કરી શકે છે.
  • કોઈ પણ ખેડૂત શ્રી પધ્ધતિથી ડાંગરની ખેતી કરી શકે છે – એક એકર જમીનમાંથી પોતાના પુરા પરિવાર માટે વર્ષ ભર માટે જરૂરિયાત પુરતુ ડાંગર ઉગાવી શકે છે.